Wednesday, July 15, 2020

Knowledge power

1. મેલેરિયા થયેલ દર્દીની બ્લડ સ્લાઈડ લીધા બાદ તેને થિન સ્મિયર બનાવવા માટે કેટલા એંગલે સ્લાઈડને પકડવી અને સ્પ્રેડ કરવી જોઈએ❓

✔45 ડીગ્રી

2.પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલિ. ક્લોરીનની કેટલી ગોળી નખાય છે❓

✔એક

3.મહિલા અને બાળ વિકાસના વિભાગનું એક અંગ છે......❓

✔આંગણવાડી વર્કર

4.પી.વાયએક્સમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે❓

✔દિન-14

5.ટી.બી.ના માઈક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમુનાની તપાસ થાય છે❓

✔2

6.બ્લડપ્રેસર માપવા માટે કયું સાધન વપરાય છે❓

✔સ્ફીગ્મોમેનોમીટર

7.પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના (TT) કેટલા ઈન્જેકશન આપવાના થાય છે❓

✔બે

8.પી.બી.દર્દીના નિદાન માટે આધાર........❓

✔ચાઠાં 6 થી ઓછા હોવા જોઈએ

9.ઝાડા રોગ શેનાથી ફેલાય છે❓

✔દૂષિત ખોરાક

10.હિપેટાઈટીસ-બી (ઝેરી કમળો) શેનાથી ફેલાય છે❓

✔લોહી


11.ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે❓

✔જુલાઈ

12.હુકવર્મની સારવારમાં કઈ ટેબલેટ આપવામાં આવે છે❓

✔આલ્બેન્ડાઝોલ

13.ક્લોરીનેશન શેનું કરવામાં આવે છે❓

✔પાણી

14.લેપ્રારીએકશનમાં કઈ દવા ખૂબ અસરકારક છે❓

✔પ્રેડનિસોલોન

15.ન્યુટ્રીશન એનિમિયા કયા પોશાક તત્વની ઊણપથી થાય છે❓

✔આયર્ન

16.એમ.ડી.આર. ટી.બી.ની દવાનો સમયગાળો કેટલો છે❓

✔24 માસ

17.DDT નું આખું નામ શું છે❓

✔ડાયક્લોરો ડાયફીનાઇલ ટ્રાયક્લોરોઈથેન

18.NVBDCP શું છે❓

✔નેશનલ વેક્ટર બોર્ન ડિઝીસ કન્ટ્રોલ પ્રોગ્રામ

19.દવા લીધા પછી પેશાબ લાલ થવો તેવું કઈ દવાથી થાય છે❓

✔રિફામ્પિસીન

20.ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે❓

✔ઝિંક

💥રણધીર ખાંટ💥

21.ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થવાને કેટલા દિવસ બાદ લોહી દેવામાં આવે છે❓

✔પાંચ

22.ઓ.આર.એસ. ના 1 પેકેટમાં પોટેશિયમ ક્લોરાઈડની કેટલી માત્રા હોય છે❓

✔1.5 ગ્રામ

23.ટ્યુબરક્યુલોસીસ કયા જંતુથી ફેલાય છે❓

✔માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ

24.ઓરી કઈ રીતે ફેલાય છે❓

✔હવા

25.પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે❓

✔ટેમેફોસ

26.ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવાર માટે વપરાય છે❓

✔સ્વાઈન ફ્લુ

27.એ.આર.વી.નું પૂરું નામ શું છે❓

✔એન્ટિ રેબીઝ વેકસીન

28.એપેડેમિક એટલે શું❓

✔એક જ રોગના - એક સાથે ઘણા કેસ

29.રસીઓની કોલ્ડચેઈન જાળવવા કેટલા ઉષ્ણતામાને સાચવવામાં આવે છે❓

✔+2° સે.ગ્રે. થી +8° સે.ગ્રે.

30.મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત કર્યા બાદ કેટલા માસ સુધી તેની અસર રહે છે❓

✔6

💥રણધીર ખાંટ💥

31.મેલેરિયાનો ઈકયુબેશન પિરિયડ કેટલો હોય છે❓

✔11 દિવસનો

32.ક્રિમિયન-કોંગો હેમરેજીક ફીવર (CCHF)નો ફેલાવો કોણ કરે છે❓

✔ઈતડી

33.બ્રેટયુ ઈન્ડેક્સ માટેનું સૂત્ર ❓

✔પોઝિટિવ પાત્રો ÷ તપાસેલ કુલ ઘરો × 100

34.લેપ્ટોસ્પાઇરોસીસની રોકથામ (અટકાયત) માટે કઈ દવા આપવામાં આવે છે❓

✔ડોકસીસાઈકલીન

35.મેલેરિયા કયા સૂક્ષ્મ જીવથી થાય છે❓

✔પ્રજીવ

36.ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે❓https://www.

✔એડીસ ઇજીપ્તિ

37.ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે❓

✔જીવાણુ

38.IDSP માટે શું સાચું છે❓

✔ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ

39.BCGની રસી કયા માર્ગે અપાય છે❓

✔ચામડીમાં (ઇન્ટ્રા ડર્મલ)

40.રક્તપિત્ત કયા સૂક્ષ્મજીવથી થાય છે❓

✔માઈકો બેક્ટેરિયમ લેપ્રાઈ

No comments:

Post a Comment